દેશભરની અદાલતોમાં ૪.૭૬ કરોડથી વધુ કેસો પેન્ડિંગ
(એજન્સી) નવી દિલ્હી,તા.૧૪:
સરકાર અને ન્યાયતંત્રે કેસોનો ઝડપથી નિકાલ માટે વિવિધ પગલાં લીધા હોવા છતાં દેશોમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં ચિંતાજનક દરે વધારો થઈ રહ્યો છે અને ઝડપથી ન્યાય મેળવવાનું મુશ્કેલ બન્યું છે. હાલમાં દેશભરની અદાલતોમાં આશરે ૪.૭૬ કરોડ કેસો પેન્ડિંગ પડ્યાં છે. આમાંથી ૬૩.૬૬ લાખ કેસો વિવિધ રાજ્યોમાં હાઇકોર્ટમાં અને ૯૨,૧૦૧ કેસો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. દેશની સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં ત્રણ વર્ષમાં આશરે ૧૨ ટકાનો વધારો થયો છે, જ્યારે ૨૫ હાઇકોર્ટમાં આ કેસો આશરે ૫ ટકા વધ્યાં છે. શુક્રવારે કાયદા અને ન્યાય મંત્રાલયે લોકસભામાં આ માહિતી આપી હતી.


