રાજયમાં ૩૭ મામલતદારની બદલી તથા ૧૬૫ નાયબ મામલતદારને પ્રમોશન અપાયું

રાજયમાં ૩૭ મામલતદારની બદલી તથા ૧૬૫ નાયબ મામલતદારને પ્રમોશન અપાયું

(બ્યુરો)            ગાંધીનગર તા.૧૪
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતાં રાજ્યભરમાં ૩૭ મામલતદારોની બદલીના આદેશ જાહેર કર્યા છે. સાથે જ ૧૬૫ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. આ અંગે સચિવાલય, ગાંધીનગરથી સત્તાવાર આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
માહિતી અનુસાર, બદલાતા વહીવટી જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને જિલ્લાઓમાં કામગીરી વધુ અસરકારક બને તે હેતુથી આ ફેરફારો કરવામાં આવ્યા છે. વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા મામલતદારોને અન્ય તાલુકા તથા જિલ્લામાં બદલી આપવામાં આવી છે. ખાસ કરીને વહીવટી કામગીરી, આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણી શાખા અને અર્બન ડેવલપમેન્ટ સંબંધિત કચેરીઓમાં પણ નિયુક્તિઓ કરવામાં આવી છે.