ખામધ્રોળ બાયપાસ રોડ પર અજાણ્યા વાહન હડફેટે લેતા યુવાનનું મૃત્યુ

ખામધ્રોળ બાયપાસ રોડ પર અજાણ્યા વાહન હડફેટે લેતા યુવાનનું મૃત્યુ
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૧
જૂનાગઢના ખામધ્રોળ બાયપાસ રોડ પર અજાણ્યા વાહન હડફેટે મોટર સાયકલ ચાલકનું મોત નિપજયાનો બનાવ જૂનાગઢ તાલુકા પોલીસ મથકે નોંધાયો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસ મથકે ઉદયભાઈ અનીલભાઈ વ્યાસએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના મોટાભાઈ જય અનીલભાઈ વ્યાસ (ઉ.વ.રપ) વાળાઓ ઈસ્કોન ચોકડીથી મધુરમ પોતાના ઘર તરફ પોતાની મોટર સાયકલ લઈને આવતા હોય દરમ્યાન આરોપી અજાણ્યા વાહન ચાલકે ફરીયાદીના મોટાભાઈની મોટર સાયકલને હડફેટે લઈ અકસ્માત સર્જી ફરીયાદીના મોટાભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ પરથી નાસી ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.