જૂનાગઢ સહીત રાજયની ૧૭૦૦૦થી વધુ સ્વનિર્ભર શાળાઓનાં પડતર પ્રશ્નોનાં તત્કાલ ઉકેલ માટે આવેદનપત્ર અપાયું

જૂનાગઢ સહીત રાજયની ૧૭૦૦૦થી વધુ સ્વનિર્ભર શાળાઓનાં પડતર પ્રશ્નોનાં તત્કાલ ઉકેલ માટે આવેદનપત્ર અપાયું

જૂનાગઢ તા. ર૧
જૂનાગઢ સહીત રાજયની ૧૭૦૦૦થી વધુ સ્વનિર્ભર શાળાઓનાં પડતર પ્રશ્નો અંગે રજુઆતનાં ભાગરૂપે આજે જૂનાગઢમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જૂનાગઢ દ્વારા કલેકટરશ્રીને તેમજ જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી અને રજુઆત કરવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જૂનાગઢનાં પ્રમુખ જી.પી.ક કાઠી તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં સભ્યોની ઉપસ્થિતિમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે ૪ માંગણીઓ દર્શાવવામાં આવી છે. જેમાં ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓની ફી દર ૩ વર્ષે ઓડીટ રીપોર્ટનાં આધારે નકકી કરવામાં આવે છે. જે અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે માંગણી મુકી છે કે જે શાળાઓ દર વર્ષે તેમની મંજુર થયેલી ફીમાં ૧૦ ટકા કે તેથી ઓછો વધારો કરતો હોય તેમને દરખાસ્ત કે સોગંદનામા પ્રક્રિયામાંથી મુકિત આપી સીધી મંજુરી આપવામાં આવે. આ ઉપરાંત આરટીઈ હેઠળનાં વિદ્યાર્થીઓની ફી ચુકવણી બાબતે પણ રજુઆત કરવામાં આવી છે. તેમજ શાળાઓની સ્વાયત્તામાં બિનજરૂરી હસ્તક્ષેપ દુર કરવા તેમજ રોજબરોજનાં ગર્વનન્સ ડીસ્ટબન્સમાં મુકિત આપવાની માંગણી કરવામાં આવી છે. અને તાત્કાલીક અસરથી સરકારશ્રી દ્વારા સકારાત્મક ઉકેલ આ તમામ પ્રશ્નોનો આવે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.