શ્રીમતી આર.એસ. કાલરીયા પ્રાઇમરી સ્કૂલ - અંગ્રેજી માધ્યમ દ્વારા સેવા સંકલ્પ અભિયાન - ૨૦૨૬ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૧
નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષ સેવા સંકલ્પ અભિયાન - ૨૦૨૬ અંતર્ગત ૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત અને વિકસિત ભારત - ૨૦૪૭ના વિષય પર શ્રીમતી આર. એસ. કાલરીયા પ્રાઇમરી સ્કૂલ અંગ્રેજી માધ્યમના ધોરણ - ૬ થી ૮ના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધા તેમજ વકૃત્વ સ્પર્ધામાં કુલ-૨૧૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરેલ. આ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશિયા, ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી ચિરાગભાઈ જોશી, પટેલ કેળવણી મંડળ-જૂનાગઢ સંસ્થાના ઉપપ્રમુખ કલ્પેશભાઈ પટેલ, ડેપ્યુટી ડાયરેક્ટર નીરજભાઈ વાછાણી તેમજ પ્રિન્સિપાલ આસ્થાબેન નાવાણી તેમજ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહેલ.


