અમેરિકામાં બાળકોનું યૌન શોષણ કરનારને ભારતીય મૂળના યુવકે શોધીને મોતને ઘાટ ઉતાર્યો

અમેરિકામાં બાળકોનું યૌન શોષણ કરનારને ભારતીય મૂળના યુવકે શોધીને મોતને ઘાટ ઉતાર્યો
THE ECONOMIC TIMES

કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં ભારતીય મૂળના વરુણ સુરેશે બાળકોનું યૌન શોષણ કરનાર ડેવિડ બ્રિમરની હત્યા કરી છે. ડેવિડ બ્રિમરને 1995માં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા બદલ 9 વર્ષની કેદ મળેલી. સુરેશ પોતે એક સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ બનીને ડેવિડના ઘરે ગયેલો  જ્યાં તેણે ચાકુ વડે ડેવિડ પર હુમલો કરેલો. હુમલા બાદ ડેવિડને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. હત્યા કરનાર સુરેશે જણાવ્યું કે આ હત્યા યોગ્ય છે કેમ કે યૌન શોષણથી બાળકોના મગજ પર ઊંડી અસર થાય છે અને તે જીવતા જીવત મોત બરાબર જ ગણાય છે. પોલીસનું માનવ્ચું છે કે સુરેશ અને ડેવિડ ક્યારેય મળ્યા નથી તેમજ એકબીજાને ઓળખતા નથી. ઉલ્લેખનીય છે કે સુરેશ અગાઉ પણ ઘરફોડી, ધમકીઓ અને નકલી બોમ્બ કેસ જેવા ગુનાઓમાં અપરાધી રહી ચુક્યો છે.