વૈષ્ણોદેવીમાં ભક્તોનું ઘોડાપુર  ૩ર,૦૦૦ લોકોએ દર્શન કર્યા

વૈષ્ણોદેવીમાં ભક્તોનું ઘોડાપુર  ૩ર,૦૦૦ લોકોએ દર્શન કર્યા
Shri Mata Vaishno Devi Shrine Board

એજન્સી)          કટરા તા.૨૫:
દેશમાં શારદીય નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં આવેલા માતા વૈષ્ણો દેવીના ગુફા મંદિરમાં ભક્તોનો પ્રવાહ શરૂ થયો છે. સોમવારથી અત્યાર સુધીમાં ૩૨,૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓએ માતાના દર્શન કર્યા છે. નવરાત્રીના ૯ દિવસીય ઉત્સવ માટે મંદિરને સુંદર ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના એક અધિકારીના જણાવ્યા અનુસાર, યાત્રા સરળતાથી ચાલી રહી છે. દરરોજ ૧૨,૦૦૦ થી ૧૩,૦૦૦ ભક્તો દર્શન કરી રહ્યા છે.  યાત્રાળુઓની સુવિધા માટે શ્રાઈન બોર્ડે ૧૩ કિલોમીટર લાંબા યાત્રા માર્ગ પર સ્વયંસેવકોને તૈનાત કર્યા છે. પીવાના પાણી, તબીબી સહાય અને ભીડ વ્યવસ્થાપન જેવી વધારાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે.