૬૩ કરોડ પાસવર્ડ લીક થયા : વિશ્વભરમાં ખળભળાટ

૬૩ કરોડ પાસવર્ડ લીક થયા : વિશ્વભરમાં ખળભળાટ

(એજન્સી)         ન્યુયોર્ક તા. ૧૮:
ડિજિટલ દુનિયાની ચમક પાછળ છુપાયેલા જોખમોનું ભયાનક ચિત્ર બહાર આવ્યું છે. યુએસ સુરક્ષા એજન્સી, હ્લમ્ૈં એ એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જેની પાસે ઇલેક્ટ્રોનિક ઉપકરણ પર આશરે ૬૩૦ કરોડ પાસવર્ડનો વિશાળ ડેટાબેઝ હતો.
આ પાસવર્ડ વિવિધ પદ્ધતિઓ દ્વારા ચોરાઈ ગયા હતા. કેટલાક વેબસાઇટ્સ પરથી ખરીદવામાં આવ્યા હતા, કેટલાક ટેલિગ્રામ ચેનલો દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા, અને ઘણા ડાર્ક વેબ પરથી મેળવવામાં આવ્યા હતા.
વધુમાં, હેકરે પોતે વિવિધ સાયબર ગુનાઓ દ્વારા પાસવર્ડ ચોરી લીધા હતા. હજુ સુધી હેકરનું નામ, ધરપકડનું સ્થળ અથવા અન્ય માહિતી જાહેર કરી નથી.
આ મોટા પાયે ડેટા લીકે હ્લમ્ૈં અધિકારીઓને ચિતામાં મૂકી દીધા છે. હ્લમ્ૈં અધિકારીઓ કહે છે કે આ કેસ ફક્ત ધરપકડ નથી, પરંતુ વધતા જતા ખતરાની ચેતવણી છે.
એક જ જગ્યાએ આટલી મોટી સંખ્યામાં પાસવર્ડનો સંગ્રહ સામાન્ય લોકોના ડિજિટલ જીવનની અત્યંત નબળાઈ દર્શાવે છે.