પ્રશાંત મહાસાગરમાં આખરે અલનીનોનો ઉદ્ભવ : ભારત માટે અત્યંત ચિંતાના સમાચાર

પ્રશાંત મહાસાગરમાં આખરે અલનીનોનો ઉદ્ભવ : ભારત માટે અત્યંત ચિંતાના સમાચાર

(એજન્સી)         નવી દિલ્હી, તા.6
ભારતમાં ચોમાસા દરમિયાન જ અલ-નીનો સર્જાવાની આશંકા સાચી ઠરી હોય તેમ ચોમાસાને વેરવિખેર કરી નાખતી અને મોટા-ખતરનાક હવામાન બદલાવની તાકાત ધરાવતી આ સિસ્ટમ ઉદ્ભવી ચુકી હોવાનું યુરોપિયન-વેધર એજન્સીએ જાહેર કર્યું છે.
અલ-નીનોના જોખમને કારણે ભારતમાં ચોમાસુ નબળુ રહેવાની તથા લાંબાગાળાની સરેરાશ કરતાં 90 ટકા વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી જ છે. હવે યુરોપિયન વેધર એજન્સીએ જાહેર કર્યું છે કે, પેસીફીક - પ્રશાંત મહાસાગરમાં અલ-નીનોનો ઉદ્ભવ થઇ ચૂક્યો છે.