લીવ ઈનનો ડખ્ખો: યુવતીએ કોર્ટમાં કહ્યું, પોક્સોમાં માત્ર મારા બોયફ્રેન્ડ નહીં તેની સગીર પ્રેમિકાને પણ જેલમાં પૂરો

વિસાવદર તાલુકાના એક ગામડે ખેતીકામ કરતા મધ્યપ્રદેશના પરિવારની સગીરા સાથે પણ યુવાને સંબંધ બાંધતાં તેની સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે છત્તીસગઢની યુવતીને પોતાનાથી પ વર્ષ નાના મધ્યપ્રદેશના યુવાન સાથે ઈન્સ્ટાગ્રામથી પ્રેમ થયા બાદ બંને ગુજરાતમાં આવી લગ્ન વિનાજ સાથે રહેતા હતા

લીવ ઈનનો ડખ્ખો: યુવતીએ કોર્ટમાં કહ્યું, પોક્સોમાં માત્ર મારા બોયફ્રેન્ડ નહીં તેની સગીર પ્રેમિકાને પણ જેલમાં પૂરો

જૂનાગઢ તા. 6
જૂનાગઢની બાળ અદાલતમાં એક અજીબોગરીબ કિસ્સો આવ્યો છે. વાત જાણે એમ બની કે, મધ્યપ્રદેશના એક યુવાન સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો. આથી પોલીસે તેને પકડીને રાજકોટ ખાતે ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપ્યો છે. 
મૂળ મધ્યપ્રદેશના પણ હાલ વિસાવદર તાલુકાના એક ગામમાં રહીને ખેત મજૂરી કરતા સગીરાના પરિવારે તેની સામે ફરિયાદ નોૅધાવ્યા બાદ આખી ઘટના સામે આવી છે. બાળ અદાલતે યુવાનને હોમમાં મોકલી આપતાં તેનાથી 5 વર્ષથી મોટી યુવતી સામે આવી અને બાળ અદાલત સમક્ષ એવી દલીલ કરી કે, ગુનો માત્ર પોતાના પાર્ટનર યુવાને જ નહીં સગીરાએ પણ કર્યો છે તો તેની સામે પણ ગુનો નોંધો. હાલ જાેકે, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એ યુવતીને સખી  વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો આપવા મોકલી અપાઈ છે. 
આ અંગે સખી વન સ્ટોપનાં કેન્દ્ર સંચાલિકાએ સૌરાષ્ટ્ર ભૂમિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુવતી આશરે 23 વર્ષની છે. તે છત્તીસગઢની છે અને તેને પોતાનાથી 5 વર્ષ નાના યુવાન સાથે પ્રેમ થયા બાદ બંને લગ્ન વિનાજ સાથે રહે છે. બંનેને હાલ 7 માસનો એક પુત્ર પણ છે. યુવતી પ્રસૂતિ કરવા પણ તેના માવતરેજ ગઈ હતી. 
યુવાન સામે ગુનો નોંધાયા બાદ તેની દલીલ એવી છે કે, સગીરાનો પણ વાંક છે તો તેને પણ આરોપી બનાવવી જાેઈએ. હાલ યુવતીને તેની રજૂઆત માટે સરકાર તરફથી એક વકીલ  પણ કાનુની લડત માટે રોકવામાં આવ્યો છે. પણ હાલ આ કિસ્સો ભારે ચર્ચામાં આવી ગયો છે. જાેકે, આ મામલામાં સગીર પિડિતા અને યુવતીનું નામ જાહેર ન થાય એની તકેદારી સખી વન સ્ટોપ દ્વારા રખાઈ રહી છે. 
યુવાનની વય અંગે પણ અવઢવ
યુવતીએ પોતાનાથી 4-5 વર્ષ નાના યુવાન સાથે સહજીવન શરૂ કર્યું  છે. ત્યારે યુવાનની વય લગ્ન વય કરતાં ઓછી હતી કે તે સગીર હતો કે કેમ ? એ સવાલ પણ હાલ અધિકારીઓને મૂંઝવી રહ્યો છે. કારણકે, તેઓને હાલ ૭ માસનો એક પુત્ર પણ છે. આમ આ મામલો ભારે ગુંચવણભર્યો બન્યો છે.
યુવાને મધ્યપ્રદેશની સગીરા સાથે પણ સંબંધ બાંધ્યો
રસપ્રદ વાત એ છેકે, યુવાન પ્રથમ પાર્ટનર સાથે દાંપત્યજીવન જીવતો હોવા છત્તાં તેને પોતાના મૂળ વતન મધ્યપ્રદેશનાજ વિસાવદર તાલુકામાં રહીને ખેતી કરતા એક પરિવાર સાથે પરિચય હતો. તે પરિવારને મળવા પણ આવતો. દરમિયાન લગભગ 26 દિવસ અગાઉ તે એ પરિવારને મળવા આવ્યો અને રાતવાસો પણ કર્યો. જે દરમિયાન એ પરિવારની એક સગીરા સાથે સંબંધ બાંધી લીધો. આ વાતની જાણ થયા બાદ સગીરાના પિતાએ તેની સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં તેને રાજકોટ ખાતે ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી અપાયો છે. પરિણામે તેની પાર્ટનર છત્તીસગઢની યુવતી બાળ અદાલતમાં આવી હતી. તેણે ત્યાં અહીં પોતાનું કોઈ ન હોવાની વાત કરતાં તેની સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાયો છે. સાથે સરકાર તરફથી વકીલની કાનુની સહાય પણ પૂરી પાડવામાં આવી છે. એ એવી દલીલ કરી રહી છેકે, ગુનો માત્ર યુવાને નહીં સગીરાએ પણ કર્યો છે. એટલે તેને પણ કસ્ટડીમાં મોકલવામાં આવે.
યુવતી અને તેના પાર્ટનર વચ્ચેના સંબંધો પણ રસપ્રદ છે
યુવતી છત્તીસગટઢના રાયપુર જિલ્લાની વતની છે. તે મધ્યપ્રદેશના ઉમરી જિલ્લાના યુવાન સાથે ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા બાદ બંનેએ સહજીવન શરૂ કર્યું. આ માટે તેઓ પોતપોતાના રાજ્યમાંથી ભાગીને ગુજરાત આવ્યા. સૌપ્રથમ તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના એક ગામમાં ખેત મજૂરી માટે ગયા. બંને પતિ-પત્નીની જેમજ સાથે રહેવા લાગ્યા. યુવતી પણ યુવાનને પોતાનો પતિ માનવા લાગી હતી. પછી થોડો થોડો સમય રાજ્યભરમાં જુદા જુદા ગામોમાં ફરીને ખેત મજૂરી કરતા રહ્યા. બંનેના પરિવારે તેઓના સંબંધોને સ્વિકારી પણ લીધા. યુવતીનું પણ તેના માવતર જવા આવવાનું શરૂ  થઈ ગયું. ત્યાં સુધી કે, યુવતી પોતાની પ્રસૂતિ માટે પોતાને માવતર પણ ગઈ હતી.