જૂનાગઢ જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બરથીસ્વચ્છતાઉત્સવનો થશે પ્રારંભ

જાહેર સ્થળો ઉપરાંત પ્રવાસન, ધાર્મિક, સહિતના સ્થળોએ જનભાગીદારીથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે

જૂનાગઢ  જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બરથીસ્વચ્છતાઉત્સવનો થશે પ્રારંભ

જૂનાગઢ,તા.૧૨ 
સ્વચ્છતા હી સેવા અભિયાન - ૨૦૨૫ અંતર્ગત રાજ્યભરની સાથે જૂનાગઢ જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા  અભિયાનનો પ્રારંભ થશે. 
આ સંદર્ભે  જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં "સ્વચ્છતા હી સેવા અભિયાન"ને જનભાગીદારીથી સાર્થક બનાવવા માટે કલેકટરશ્રી  એ વિવિધ વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતુ. કલેકટર શ્રી એસરકારી કર્મચારીઓ ઉપરાંત એનજીઓ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને નાગરિકોની જન ભાગીદારી વધારવા અંગે પણ જણાવ્યું હતું. આ ઉપરાંત શાળાઓ, આંગણવાડીઓની આસપાસ ગંદકીનું કાયમી નિરાકરણ થાય એ બાબતે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને  શહેરના અને જિલ્લાના પ્રવાસન સ્થળો, જાહેર સ્થળો એ   સ્વચ્છતા માટેના સતત પ્રયાસો થાય એ અંગે પણ સૂચનાઓ આપી હતી.
જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં તા.૧૭સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર સુધી ચાલનારા સ્વચ્છતાઉત્સવ દરમિયાન જાહેર સ્થળો ઉપરાંત પ્રવાસન, ધાર્મિક, ઔદ્યોગિક વિસ્તારો સહિતના સ્થળોએ જન ભાગીદારીથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે. 
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, ક્લીન ગ્રીન ઉત્સવ, અવેરનેસ કેમ્પેઇન, શ્રમદાન સહિતના રચનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે.ખાસ આ કાર્યક્રમમાં થકી લોકોનો સ્વચ્છતા સ્વભાવ અને સ્વચ્છતા આગ્રહી બને તે માટે પ્રેરિત કરવામાં આવશે.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જાડેજા, ડેપ્યુટી કલેકટરશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી, કોલેજ, યુનિ. ના પ્રતિનિધિઓ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓઉપસ્થિત રહયા હતા.