રૂા.૪૯.૩૪ લાખની છેતરપીંડી કરનાર દંપતિની ગઈકાલે રાત્રે રાજકોટ ખાતેથી ધરપકડ
ધારાસભ્યનાં પીએ હોવાનું કહી ખોટા નામે છેતરપીંડી કરી હતી તેમજ સચિવાલયમાં કલાર્ક તરીકે નોકરી અપાવવાનાં બહાને ખેલ પાડયો હતો
જૂનાગઢ તા. ૮
જૂનાગઢનાં જાેષીપરામાં રહેતા એક મહીલાએ ગત શનિવારે મુળ આંકોલવાડી તેમજ હાલ અમદાવાદનાં નિકોલમાં રહેતા એક દંપત્તિ વિરૂધ્ધ રૂા. ૪૯,૩૪,પ૦૦ની વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી અને તપાસ હાથ ધરી હતી અને છેતરપીંડી કરનાર દંપત્તિને પોલીસે ગણતરીના કલાકોમાં જ ગઈકાલે રાત્રીનાં રાજકોટ ખાતેથી ઝડપી લઈ અને તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર શિલ્પાબેન રાજેશભાઈ ભાખર (ઉ.વ. ૩૭) રહે. ખોડીયાર કૃપા, ગોપાલનગર, ભોજલરામ બાગ સામે, જાેષીપરા, જૂનાગઢવાળાએ તા. ૬-૯-રપ ક. ર૧ કલાકે આ કામના આરોપી રવી ઉર્ફે રોહીતભાઈ હરીભાઈ ચોવટીયા તથા પ્રજ્ઞાબેન રવીભાઈ ઉર્ફે રોહીતભાઈ ચોવટીયા રહે. બંને નિકોલ અમદાવાદ મુળ રહે. આંકોલવાડીવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે આ કામના આરોપી નં. ૧ એ પોતે ધારાસભ્ય ના પી.એ. હોવાનું કહી ખોટા નામે છેતરપીંડી કરી અને આરોપી નં.૧ તથા ૨ નાઓ એ ફરી. તથા ફરીયાદીના પતિને દિલ્હી હાઇવે કોરીડોરના ડીવાઇડરનો ઝાડ ઉછેરના કોન્ટ્રાકટ અપાવવાનું કહી તેમજ ગુજરાત રાજય ગાંધીનગરમાં સચિવાલયમાં કલાર્ક તરીકે નોકરી અપાવવાનું વચન અને વિશ્વાસ આપી અને ફરીયાદી તથા તેમના પતિ પાસેથી રૂા.૫૦,૦૮,૦૦૦/- ની રકમ અલગ અલગ સમયે ઓનલાઈન તેમજ રોકડ તથા આંગડીયાથી મેળવી અને ફરીયાદીની નોકરી સચિવાલય ગાંધીનગરમાં લાગી ગયેલ છે તેમ કહી અને ત્રણ માસ સુધી પગારના કહી રૂા.૭૩,૫૦૦/- પરત આપી અને બાકીની રકમ રૂા.૪૯,૩૪,૫૦૦/- ની રકમ આજદીન સુધી પરત નહી આપી બંને આરોપીઓએ એકબીજા સાથે મદદગારી કરી ફરીયાદી તથા સાહેદ રાજેશભાઇ સાથે છેતરપીંડી વિશ્વાસધાત કર્યાની ફરીયાદ નોંધાવવામાં આવી હતી. આ બનાવ તા. ર-૧૦-ર૩ થી ૩૦-૬-ર૪ના અલગ અલગ સમયગાળામાં જાેષીપરા શાકમાર્કેટ પાસે આવેલ જય સરદાર ટ્રસ્ટ હોસ્પીટલ તથા ફરીયાદીનાં મકાને બનેલ હોવાનું ફરીયાદમાં દર્શાવેલ છે. દરમ્યાન શિલ્પાબેન ભાખરની ફરીયાદનાં આધારે બી ડીવીઝન પોલીસે આ કામના આરોપી સામે ઈપીકો ક. ૪૦૬, ૪ર૦, ૪૧૯, ૧૧૪, બીએનએસ ક. ૩૧૬ (ર), ૩૧૮ (૪), ૩૧૯ (ર), પ૪ મુજબ ગુનો દાખલ કરેલ છે. દરમ્યાન રૂા. ૪૯.૩૪ લાખના છેતરપીંડી પ્રકરણની ગંભીરતાને ધ્યાને લઈ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તેમજ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ એ.બી. ગોહીલ અને સ્ટાફ દ્વારા ત્વરીત તપાસ હાથ ધરવામાં આવી હતી. અને આ કામના આરોપીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતાં. ગણતરીના કલાકોમાં જ ગઈકાલે રાત્રીનાં રાજકોટ ખાતેથી આરોપી દંપત્તિને ઝડપી લેવામાં આવેલ છે. અને આ છેતરપીંડીનાં કેસમાં અન્ય કોઈ આરોપી છે કે નહી તે અંગેની પણ ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આજે આ છેતરપીંડી કેસનાં બનાવ અંગેની વિગતો આપવા માટે ડીવાયએસપી હિતેશ ધાધલીયા દ્વારા એક પત્રકાર પરીષદ યોજી અને વિસ્તૃત વિગતો આપી
હતી.


