ઈરાન સામેના યુધ્ધમાં અમેરીકા પાણીમાં બેસી જતા આરબ દેશો ગભરાયા

ઈરાન સામેના યુધ્ધમાં અમેરીકા પાણીમાં બેસી જતા આરબ દેશો ગભરાયા

(એજન્સી)        દુબઈ,તા.6:
ઈરાનું સામેના યુદ્ધમાં અમેરિકા પાણીમાં બેસી જતાં હવે ખાડી દેશોને ડર છે કે અમેરિકાના આપેલા સમર્થનનો ઇરાન તેમની પાસેથી ગણગણીને બદલાલઈ શકે છે. તેઓ એ ડરથી ધ્રૂજી ગયા છે કે અમેરિકાએ હાલમાં ખાડીમાં હોવા છતાં પણ જો ઈરાન તેમને ગાંઠતુ નથી તો અમેરિકા ગયા પછી તેમની શું સ્થિતિ થશે. ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાના સહયોગી રહેલા અને ખાસ કરીને અમેરિકાના થાણા ધરાવતા ખાડી દેશો યુએઈ, સાઉદી અને કુવૈત તથા ઇરાક જેવા દેશોને ડર છે કે અમેરિકાના થાણા તેમને ત્યાં છે તો પણ આ સ્થિતિ છે તો પછી તે નહીં હોય ત્યારે તેમની સ્થિતિ  કેવી હશે. આના કારણે હવે તેઓ બીજા દેશો સાથે દ્વિપક્ષીય કરાર કરવા માંડ્યા છે.