વધુ એક વિમાન દુર્ઘટના -કોલંબીયામાં પ્લેન ક્રેશ થતાં સાંસદ સહિત ૧પના નિધન
(એજન્સી) કુકુટા , તા.૨૯
ગઇકાલે મહારાષ્ટ્રમાં બારામતીમાં લેન્ડીંગ વખતે પ્લેન ક્રેશ થતાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર સહિત અનેક લોકોના મોતની દુર્ઘટનાના સમાચારની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ગઇકાલે જ કોલંબિયામાં લેન્ડીંગની ૧૧ મીનીટ પહેલા એક વિમાન ક્રેશ થયું હતું અને તેમાં પણ એક રાજકીય નેતા-સાંસદ સહિત ૧૫ લોકોના મોત નિપજ્યા છે.
કોલંબિયામાં બુધવારે સર્જાયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ ૧૫ લોકોના મોત નિપજ્યા છે. કોલંબિયામાં કોમશિર્યલ વિમાનના બુધવારે સવારે ૧૧:૪૨ વાગ્યે ઉડાન ભર્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયું હતું.


