આજે રાત્રે ટ્રમ્પનું રાષ્ટ્રજાેગ સંબોધન : યુધ્ધવિરામનું કાઉન્ટડાઉન

આજે રાત્રે ટ્રમ્પનું રાષ્ટ્રજાેગ સંબોધન : યુધ્ધવિરામનું કાઉન્ટડાઉન

વોશિંગ્ટન,તા.૦૧:
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય સમય મુજબ આવતીકાલ સવારે રાષ્ટ્રને સંબોધિત કરશે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા અંગે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ અપેક્ષા એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ટ્રમ્પે વારંવાર પોતાના નિવેદનોમાં કહ્યું છે કે અમેરિકાએ પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે અને તેમને હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહે કે બંધ રહે તેનાથી કોઈ ફરક પડતો નથી.
અમેરિકા ટૂંક સમયમાં ઈરાન યુદ્ધ અંગે અંતિમ ર્નિણય લઈ શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે રાત્રે રાષ્ટ્રને સંબોધિત કરવાના અહેવાલ છે. આ સંબોધન એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ટ્રમ્પે પહેલાથી જ અઠવાડિયામાં ઈરાનમાંથી પાછા ફરવાની પ્રતિજ્ઞા લીધી છે. હજારો મરીન સૈનિકોને પણ તૈનાત કરવામાં આવે તેવી અપેક્ષા છે. યુદ્ધ ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે લખ્યું, કાલે રાત્રે ૯ વાગ્યે (ET), રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન પર મહત્વપૂર્ણ અપડેટ આપવા માટે રાષ્ટ્રને સંબોધિત કરશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે અમેરિકા હવે ઈરાન યુદ્ધ સમાપ્ત કરવાની તૈયારી કરી રહ્યું છે કે સંઘર્ષને વધારવાની તૈયારી કરી રહ્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના બદલાતા વલણથી અમેરિકનો મૂંઝવણમાં છે - ઈરાન યુદ્ધમાં નાટો સાથીઓ પાસેથી મદદ માંગવી, તેમને જરૂર નથી તેવું જાહેર કરવું, તેહરાનના ઉર્જા માળખાને નષ્ટ કરવાની ધમકી આપવી, અને પછી લગભગ રાતોરાત આવા હુમલાઓ સ્થગિત કરવા વગેરે બાબતો મુખ્ય છે.