ઈરાન-ઈઝરાયલ-અમેરીકા યુધ્ધનો આજે ત્રીજાે દિવસ : સમગ્ર મધ્યપૂર્વમાં ભીષણ જંગ

કુવૈતમાં અમેરીકાનું ફાઈટર જેટ ક્રેશ : જાેર્ડન, કુવૈત, બહેરીન પર ઈરાનનો હુમલો : કુવૈતમાં અમેરીકી દુતાવાસ પર ઈરાનનો હુમલો : અમેરીકા  સાથે કોઈપણ વાટાઘાટ કરવાનો ઈરાનનો ઈન્કાર

ઈરાન-ઈઝરાયલ-અમેરીકા યુધ્ધનો આજે ત્રીજાે દિવસ : સમગ્ર મધ્યપૂર્વમાં ભીષણ જંગ

(એજન્સી)              તેહરાન તા.ર
ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન કુવૈતમાં અમેરિકાનું એક ફાઇટર જેટ 
ક્રેશ થઈ ગયું છે. જ્યારે, દુબઈમાં ફરીથી વિસ્ફોટોના સમાચાર સામે આવ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, એર ડિફેન્સ સિસ્ટમે કેટલાક શંકાસ્પદ ડ્રોન અને મિસાઈલોને હવામાં જ તોડી પાડ્યા. અહીં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. આના લગભગ ૧૬ કલાક પહેલા 
દુબઈના પોર્ટ અને બુર્જ ખલીફા પાસે હુમલો થયો હતો.
આ યુદ્ધમાં લેબનોનનું ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ પણ સામેલ થઈ ગયું છે. તેણે ઇઝરાયલમાં ઘણી જગ્યાએ બોમ્બમારો કર્યો છે. બીજી 
તરફ ઇઝરાયલે સરહદને અડીને આવેલા લેબનોન, દહિયાહ 
અને રાજધાની બેરૂતના ૫૦ 
ગામો ખાલી કરાવ્યા છે.
દહિયાહને હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે. ૨૦૨૪માં આ વિસ્તાર પર ઘણી વખત હુમલો થયો હતો અને તે પછી પણ ઘણી વખત હુમલા થયા. તે વર્ષે નવેમ્બરમાં યુદ્ધવિરામ થયું હતું.
ઇઝરાયલ પર આરોપ છે કે તેણે કરારનું પાલન કર્યું નથી અને હુમલા ચાલુ રાખ્યા. ઇઝરાયલનું કહેવું છે કે હિઝબુલ્લાહ ફરીથી હથિયારો એકઠા કરી રહ્યું છે અને લેબનોની સરકાર તેને રોકવા માટે પગલાં લઈ રહી નથી.
ઇઝરાયલ અને 
અમેરિકાએ ઇરાનની રાજધાની તેહરાન સહિત ૧૦ મોટા શહેરોને નિશાન બનાવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ૭૪૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. એક શાળા પર મિસાઈલ પડવાથી ૧૮૦ વિદ્યાર્થીનીઓના મોત થયા છે અને ૪૫ ઘાયલ છે. દરમ્યાનમાં આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ કુવૈત સ્થિત અમેરીકી દુતાવાસમાં આગ લાગી ગઈ છે. ઈરાને કરેલા હુમલામાં દુતાવાસમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ અમેરીકા સાથે કોઈપણ વાતચીત નહીં કરવાનો ઈરાને હુંકાર કર્યો છે.