ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો : ક્રુડ ઓઈલ ભડકે બળશે

હોર્મુઝમાંથી કોઈપણ જહાજ પસાર થવાનો પ્રયાસ કરશે તો ઉડાવી દેવાશે : ઈરાનની ધમકી

ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો : ક્રુડ ઓઈલ ભડકે બળશે

(એજન્સી)        તેહરાન,તા.૧૧:
અમેરિકાએ ફરીવાર ઈરાન પર હુમલો કરીને સમગ્ર મિડલ ઈસ્ટનું ટેન્શન વધારી દીધું છે. ઈરાને પણ વળતો હુમલો કરીને અમેરિકાને જડબાતોડ જવાબ આપી દીધો છે. બન્ને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ ફરી બંધ કરી દેવામાં આવ્યો છે. અમેરિકા પોતાની શરતો પર ઈરાનને મનાવવા માટે અને સીઝફાયર પર ફરજિયાત સહકાર માટે દબાણ કરી રહ્યો છે. અન્યથા અમેરિકા હુમલાઓ ચાલું રાખશે એવી ધમકી ઉચ્ચારવામાં આવી છે. આ ધમકીના જવાબમાં ઈરાને અતિ મહત્ત્વનો જળમાર્ગ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે.
અમેરિકાના હુમલા બાદ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી છે. જેને પગલે તેલ અને ગેસના ભાવમાં પણ વધારો થયો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ગલ્ફ દેશોમાંથી વિશ્વના મોટાભાગના દેશોમાં તેલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે. ભારત પર પણ તેની સીધી અસર થઈ છે, અને જેનાથી ભારતમાં તેલ અને ગેસનું સંકટ સર્જાઈ શકે છે.
ઈરાને સામી ધમકી આપતા કહ્યું કે, જે કોઈ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થશે એના પર હુમલો કરી દેવાશે. તેલ ટેન્કર અને કોમશિર્યલ વ્હીકલ હોર્મુઝ સ્ટ્રેટને પાર કરી શકશે નહીં. હોર્મુઝ સ્ટ્રેટ ફરીવાર બંધ થઈ જતા ભારતની ચિતા વધી ગઈ છે.