ઈરાન-અમેરીકા વચ્ચે ફરી યુધ્ધની જ્વાળા ભડકી
ઈરાને અમેરીકાનું અપાચે હેલીકોપ્ટર તોડી પાડવાના પગલે અમેરીકાએ દક્ષિણ ઈરાનના ટાપુઓ પર ભીષણ હવાઈ હુમલા કર્યા
વોશિંગ્ટન/તહેરાન તા.10
અમેરિકી સૈન્યએ ગત રાત્રે ઈરાન પર હવાઈ હુમલા કર્યા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ કહ્યું કે આ કાર્યવાહી હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાના જવાબમાં કરવામાં આવી હતી.
આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકી AH-64 અપાચે હેલિકોપ્ટરને ઈરાને તોડી પાડ્યું હતું. જોકે, તેમણે કહ્યું કે બંને પાયલટ સુરક્ષિત છે. ટ્રમ્પે લખ્યું, “અમેરિકાએ આ હુમલાનો જવાબ આપવો જ પડશે.
“બીજી તરફ, ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે જવાબી કાર્યવાહીમાં બહેરીનમાં સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણા અને અમેરિકી નૌકાદળના ફિફ્થ ફ્લીટ મુખ્યાલયને ડ્રોનથી નિશાન બનાવ્યા હતા.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે ઈરાની સેના દરેક હુમલાનો જવાબ આપશે. તેમણે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું, “જો સુરક્ષિત રહેવા માંગતા હો તો અમારો વિસ્તાર છોડી દો.”


