યુનોમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો
નાટકો કરવાથી સત્ય બદલાય નહીં જાય : વોન્ટેડ આતંકવાદીઓ ભારતને સોંપી દેવા જણાવ્યું
સંયુકંત રાષ્ટ્ર સંઘ તા.ર૭
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે લાદેનથી માંડીને ઓપરેશન સિંદૂર સુધીની તમામ પરિસ્થિતિનું વિગતવાર વર્ણન કર્યું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આતંકવાદ મામલે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝનો ચહેરો ઉઘાડો પાડી દીધો છે. પાકિસ્તાન કેવી રીતે શિષ્ટતાની આડમાં આતંકવાદી અડ્ડાઓ ચલાવે છે, ભારતીય રાજદ્વારી પેટલ ગેહલોતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સમગ્ર પર્દાફાશ કર્યો. તેમણે કહ્યું હતું કે આજે સવારે પાકિસ્તાનના વડાપ્રધાને ફરી એકવાર આતંકવાદ પર એ જ જૂનો સૂર આલાપ્યો. તેમણે આતંકવાદનો મહિમા ગાયો, જે પાકિસ્તાનની વિદેશનીતિના કેન્દ્રમાં રહેલો છે.
ભારતીય રાજદ્વારી પેટલ ગેહલોતે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું, પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ બંધ કરે અને બધા આતંકવાદીઓ ભારતને સોંપી દે.
પાકિસ્તાન આતંકવાદ ફેલાવવામાં વ્યસ્ત છે. તે ભારતમાં આતંકવાદીઓને મોકલે છે. પછી તેને હાસ્યાસ્પદ કહાનીઓ બનાવવામાં પણ કોઈ શરમ નથી આવતી. દુનિયા જાણે છે કે પાકિસ્તાને આતંકવાદી ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો. પેટલ ગેહલોતે કહ્યું, "પાકિસ્તાની વડાપ્રધાને ભારત સાથે શાંતિની વાત કરી છે. જો તેઓ ખરેખર નિષ્ઠાવાન છે તો રસ્તો સ્પષ્ટ છે. પાકિસ્તાને તાત્કાલિક તમામ આતંકવાદી કેમ્પ બંધ કરવા જોઈએ અને ભારતમાં વોન્ટેડ આતંકવાદીઓને સોંપવા જોઈએ." એ પણ મૂંઝવણ છે કે જે દેશ નફરત, કટ્ટરતા અને અસહિષ્ણુતાના માર્ગે ચાલે છે તે આ સભાને આસ્થાના મુદ્દાઓ પર ઉપદેશ આપી રહ્યો છે.
આ એ જ પાકિસ્તાન છે, જેણે ૨૫ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રેજિસ્ટેન્સ ફ્રન્ટનો બચાવ કર્યો હતો. આ પાકિસ્તાન સર્મથિત આતંકવાદી સંગઠને પહેલગામમાં પ્રવાસીઓની હત્યા કરી હતી. પાકિસ્તાનનો આતંકવાદને પોષવાનો અને પ્રોત્સાહન આપવાનો લાંબો ઇતિહાસ છે છતાં તેમને કોઈ શરમ નથી. યાદ રાખો પાકિસ્તાને દાયકાઓ સુધી ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો અને સાથે સાથે આતંકવાદ સામેની લડાઈમાં પોતાને એક મુખ્ય ભાગીદાર તરીકે રજૂ કરતું રહ્યું હતું. આતંકવાદ મામલે ભારતે યુએનમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાં ભારે ધોલાઈ કરી છે.


