ભારતને જેકપોટ લાગ્યો : આંદામાનમાં કુદરતી ગેસનો જથ્થો મળ્યો

ભારતને જેકપોટ લાગ્યો : આંદામાનમાં કુદરતી ગેસનો જથ્થો મળ્યો
Trak.in

(એજન્સી)   નવી દિલ્હી, તા.૨૭: 
ભારતને એક મોટો જેકપોટ મળ્યો છે. આંદામાન સમુદ્રમાં ૩૦૦ મીટર ઊંડા છુપાયેલો ખજાનો શોધી કાઢયો છે. આ ખજાનો ભારતના ઉર્જા ક્ષેત્ર માટે એક મોટી સફળતા દર્શાવે છે. આંદામાન સમુદ્રમાં સ્થિત શ્રી વિજયપુરમ-૨ માં કુદરતી ગેસના ભંડાર મળી આવ્યા છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પોતે આંદામાન ટાપુઓના પૂર્વ કિનારાથી આશરે ૧૭ કિલોમીટર દૂર સ્થિત આ કૂવામાં ગેસના ભંડારની શોધની જાહેરાત કરી હતી.
આંદામાન સમુદ્રમાં શોધાયેલ આ છુપાયેલ ખજાનો ભારત માટે એક મોટી સફળતા છે.