આગામી વર્ષના અંત સુધીમાં સેન્સેક્સ ૧ લાખની સપાટીએ પહોંચી શકે : મોર્ગન સ્ટેનલી

આગામી વર્ષના અંત સુધીમાં સેન્સેક્સ ૧ લાખની સપાટીએ પહોંચી શકે : મોર્ગન સ્ટેનલી

(એજન્સી)  નવી દિલ્હી, તા. ૧૭ 
વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીના વિશ્લેષકોના મતે ભારતીય શેરબજારમાં હાલના સ્તરથી મોટા ઉછાળાની પૂરી શક્યતા છે. મોર્ગન સ્ટેનલીએ તેમના બેઝ-કેસ અંદાજમાં જણાવ્યું છે કે ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં બીએસઈ સેન્સેક્સ ૯૫,૦૦૦ની ઐતિહાસિક સપાટીને સ્પર્શી શકે છે, જે વર્તમાન સ્તરથી અંદાજે ૧૬ ટકાનો વધારો દર્શાવે છે. આ તેજી પાછળ ભારતીય અર્થતંત્રના મજબૂત પાયા અને રોકાણકારોનો વધતો વિશ્વાસ મુખ્ય કારણ માનવામાં આવે છે. મોર્ગન સ્ટેનલીના ચીફ ઇન્ડિયા ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ રિધમ દેસાઈ અને નયંત પારેખ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં સેન્સેક્સના ૯૫,૦૦૦ના લક્ષ્યાંકને ૫૦ ટકા સંભાવના આપવામાં આવી છે.