ગુરૂવારે બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબકકામાં ૧ર૧ બેઠકો પર મતદાન : આજે સાંજે જાહેર પ્રચાર પડઘમનો અંત

ગુરૂવારે બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબકકામાં ૧ર૧ બેઠકો પર મતદાન : આજે સાંજે જાહેર પ્રચાર પડઘમનો અંત

(એજન્સી) પટના તા. ૪
આ વર્ષની અંતિમ તથા આગામી વર્ષમાં યોજાનારી મહત્વના વિપક્ષ શાસિત રાજયોની ધારાસભા ચૂંટણીઓ માટે નિર્ણાયક બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં પ્રથમ તબકકાના તા.૬ ગુરુવારે યોજાનારા મતદાન માટે આજે જાહેર પ્રચારના પડઘમ શાંત થઈ જશે. રાજયમાં કુલ ૨૪૩ વિધાનસભા બેઠકમાં આજે પ્રથમ તબકકામાં ૧૮ જીલ્લાની ૧૨૧ બેઠકો માટે મતદાન યોજાશે. જયારે બીજા તબકકા માટે ૧૧ નવેમ્બરના મતદાન થશે. રાજયમાં અત્યંત તિવ્ર અને આક્ષેપભર્યા ચૂંટણી પ્રચારના અંતે ગુરુવારે ૧૨૧ બેઠકો પર એનડીએ મહાગઠબંધન અને જનસુરાજ પાર્ટી સહિતના છે. ૧૩૧૧ ઉમેદવારોના ભાવી સીલ થશે. બન્ને તબકકાના મતદાન બાદ તા.૧૪ નવેમ્બરે મતગણતરી યોજાશે.
રાજયમાં પ્રથમ તબકકાની ૧૦૨ સભાની ૧૯ અનુસૂચીત જાતી માટે અનામત બેઠકો માટે મતદાન થનાર છે અને ૩.૭૫ કરોડ મતદારો તેમાં ભાગ લેશે. કુલ ૪૫૩૪૧ મતદાન કેન્દ્ર પર મતદાન થશે. રાજયમાં જાતિગણના અને મતદાર યાદી પુન: સમીક્ષા બાદ આ પ્રથમ વખત યોજાઈ રહેલી ધારાસભા ચૂંટણીમાં બન્ને વિવાદી બનેલા મુદાની કસોટી થશે તો ૨૦ વર્ષથી રાજયમાં એક યા બીજા ગઠબંધન સાથે રહીને ખુદનું મુખ્યમંત્રી પદ બચાવવામાં સફળ રહેલા નીતીશકુમાર માટે હવે આ આખરી ચુંટણી હશે. જાે કે તેઓ ખુદ ચુંટણી લડતા નથી.