૧૯ નવેમ્બરે વિશ્વની ૩ મહાસત્તાઓના વડા ટ્રમ્પ, જીનપીંગ, પુતિનની ચીનમાં શીખર મંત્રણા

૧૯ નવેમ્બરે વિશ્વની ૩ મહાસત્તાઓના વડા ટ્રમ્પ, જીનપીંગ, પુતિનની ચીનમાં શીખર મંત્રણા

(એજન્સી)        શેનઝેન,તા.૧૬:
વિશ્વની ત્રણ મુખ્ય પરમાણુ શક્તિઓ, અમેરીકા, રશિયા અને ચીનના રાષ્ટ્રપ્રમુખો પહેલીવાર એકસાથે મળશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ૧૯ નવેમ્બર, ગુરુવારના રોજ ચીનના શેનઝેનમાં મળશે. ચીને સોમવારે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી. આ બેઠક એશિયા-પેસિફિક આર્થિક સહયોગ (APEC) સમિટના બીજા દિવસે યોજાશે. APEC સમિટ ૧૮ અને ૧૯ નવેમ્બરના રોજ દક્ષિણ ચીનના શેનઝેનમાં યોજાઈ રહી છે. આ બેઠકમાં ત્રણેય નેતાઓ મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. જોકે, બેઠકનો સંપૂર્ણ એજન્ડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે શી જિનપિગ, ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે ત્રિપક્ષીય બેઠક ૧૯ નવેમ્બરે યોજાશે. અમેરિકા અને રશિયાએ પણ આ બેઠકની પુષ્ટિ કરી છે.
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ આ બેઠકમાં વિશ્વમાં પરમાણુ શસ્ત્રોની સંખ્યા ઘટાડવાનો મુદ્દો ઉઠાવશે. અમેરિકા ઇચ્છે છે કે ચીન પરમાણુ શષોને મર્યાદિત કરવાના કરારમાં જોડાય. હાલમાં, અમેરિકા અને રશિયા પાસે ચીન કરતા ઘણા વધુ પરમાણુ શસ્ત્રો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અનુસાર, ચીન પાસે ૬૦૦ થી વધુ પરમાણુ શસ્ત્રો છે, જ્યારે અમેરિકા અને રશિયા દરેક પાસે ૫,૦૦૦ થી વધુ પરમાણુ શસ્ત્રો છે.