વડાપ્રધાન મોદી આસીયાન સમીટમાં ભાગ લેવા આજે ફિલીપાઈન્સ રવાના થશે
(એજન્સી) નવી દિલ્હી તા.૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફિલિપાઈન્સની રાજધાની મનિલા જશે. તેઓ આવતીકાલે તા.૧૭ નવેમ્બરે યોજાનારી ભારત-આસિયાન સમિટ અને ઈસ્ટ એશિયા સમિટમાં સામેલ થશે.
આ વર્ષે ફિલિપાઈન્સ આસિયાનની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ બેઠકોમાં સમુદ્રની સુરક્ષા, વેપાર, આબોહવા પરિવર્તન અને એશિયાઈ દેશો વચ્ચે સહયોગ વધારવા અંગે ચર્ચા થશે. મધ્ય-પૂર્વથી ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જતું તેલ પણ આ જ માર્ગેથી પસાર થાય છે. આ ઉપરાંત, દક્ષિણ ચીન સાગરથી દર વર્ષે અબજો ડૉલરનો સામાન અન્ય દેશો સુધી પહોંચે છે.


