મોંઘવારીનો અજગર ભરડો : છેલ્લા એક વર્ષમાં પરિવારોનો ઘરખર્ચ ર૦ ટકા વધી ગયો
મધ્યમવર્ગ માટે એક સાંધો ત્યાં તેર તુટે તેવી અસહ્ય સ્થિતિ
(એજન્સી) નવી દિલ્હી તા.૧૬
ભારતમાં આવશ્યકથી માંડીને તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં મોંઘવારીનો અજગર ભરડો છે.જયારે લોકોના ઘરખર્ચમાં સરેરાશ ૨૦ ટકાનો વધારો થયો હોવાનું મહત્વપૂર્ણ સર્વેક્ષણમાં બહાર આવ્યું છે.
છેલ્લા એક વર્ષ દરમ્યાન ચોખા ૧૨.૫ ટકા, બાજરી ૩૮ ટકા, જુવાન ૧૮.૭ ટકા, ડુંગળી ૧૧૬ ટકા, લસણ ૬૦ ટકા, તુવાર ૧૫ ટકા, અડદ ૧૧.૬ ટકા, ચણા ૭.૪ ટકા, ઉપરાંત ફળ તથા પ્રોટીનની ચીજો પણ મોંઘી થઈ છે.
સર્વે પ્રમાણે આવશ્યક ચીજોમાં વધતી કિંમતોથી પરિવારોનાં ઘરખર્ચનાં બજેટ પર ગંભીર દબાણ આવ્યું છે. સર્વેમાં સામેલ ૬૧ ટકા લોકોએ કહ્યું કે, ગત વર્ષની સરખામણીએ આવશ્યક ચીજ વસ્તુઓ પાછળનો ખર્ચ દર મહિને સરેરાશ ૨૦ ટકા વધી ગયો છે. મોંઘવારીનાં દબાણથી ૭૪ ટકા લોકોએ બીનજરૂરી ખર્ચમાં કાપ મુકી દીધો છે. જયારે ૫૦ ટકા લોકોએ આવશ્યક ચીજોની ખરીદી જ ઓછી કરી નાખી છે.


