નકલી બિયારણ વેચવા પર રૂા.૩૦ લાખ સુધીનો દંડ અને ૩ વર્ષની જેલની સજા થઈ શકે છે

નકલી બિયારણ વેચવા પર રૂા.૩૦ લાખ સુધીનો દંડ અને ૩ વર્ષની જેલની સજા થઈ શકે છે

(એજન્સી)      નવી દિલ્હી તા.ર૬
કેન્દ્ર સરકાર બજેટ સત્રના બીજા તબકકા (૯ માર્ચથી ૨ એપ્રિલ)માં સંસદમાં નવું બીજ વિધેયક રજુ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વિધેયક દેશમાં બીજ નિયમન સાથે જોડાયેલા હાલના કાનૂની માળખામાં વ્યાપક ફેરફાર કરશે. નવો કાયદો લાગુ થયા બાદ બોગસ કે રજીસ્ટ્રેશન વિના બીજના વેચાણ પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત બીજ વિધેયક ૨૦૨૫ કૃષિ-બીજ ક્ષેત્રમાં લગભગ ૬ દાયકામાં સૌથી મોટો રચનાત્મક ફેરફાર માનવામાં આવી રહ્યો છે. આ વિધેયકનો ઉદેશ બીજની ગુણવતા પારદશિર્તા અને ટ્રેસબિલીટી નિશ્ચિત કરવાનો છે.
નકલી બીજનું વેચાણ કરનારને ૩૦ લાખ સુધીનો દંડ અને ત્રણ વર્ષની જોગવાઈ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 
૪૦ હજાર કરોડ રૂપિયાનું દેશમાં બીજ બજાર છે.