પોરબંદરમાં ચોરીની ઘટનાઓ સામે પોલીસની સંયુક્ત મોકડ્રીલ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.30
પોરબંદર જિલ્લામાં અને શહેરમાં આવેલી બેંકોમાં બનતી લૂંટ અને ચોરીની ઘટનાઓને અટકાવવા તેમજ આવી કટોકટીની પરિસ્થિતિમાં પોલીસના તાત્કાલિક પ્રતિસાદની ચકાસણી માટે પોરબંદર શહેર પોલીસે સ્થાનિક એક્સિસ બેંક ખાતે વિશેષ સંયુક્ત મોકડ્રીલનું સફળ આયોજન કર્યું હતું.


