વેરાવળ મધ્યસ્થ કાર્યાલયનાં ઉદઘાટનમાં ભાજપનો આંતરીક મતભેદ સામે આવ્યો
ગીર સોમનાથ તા. ૧૬
વેરાવળ ખાતે ભાજપનાં મધ્યસ્થ કાર્યાલયનાં ઉદઘાટનમાં ભાજપનો આંતરીક મતભેદ સામે આવ્યો છે. અને જે અંગે અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર વેરાવળ ખાતે આગામી ચુંટણીને ધ્યાને લઈ ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવેલ. આ ઉદઘાટનમાં અગ્રણીઓની ગેરહાજરી ચર્ચાનો વિષય બન્યો છે. મોટા નેતાઓ ગેરહાજર રહેતા ભાજપમાં પણ અંદર ખાતે ભારે મતભેદ હોવાની બાબત ખુલ્લી પડી હતી. ભાજપમાં અંદર ખાને ઉકળતા અસંતોષ જાેવા મળે છે. અને આ અસંતોષને દબાવવા જીલ્લા પ્રમુખે કવિતાનો સહારો લઈ અને કવિતામાંથી અસંતોષ્ઠોને કડક સંદેશ આપ્યો છે. અગ્રણી નેતાઓ ગાયક મંચ પરથી ટુટશું પણ ઝુકશું નહીનું એલાન કરવામાં આવ્યું હતું. હાલ ભાજપનાં આંતરીક મતભેદની બાબતે ભારે ચર્ચા જગાવી છે.


