અધિક પૂણિર્માએ શિવરાજપુર બીચ, બેટ દ્વારકા નાગેશ્વર-ગોપી તળાવ-રૂકિમણી મંદિરે ભાવિકોની ભીડ

અધિક પૂણિર્માએ શિવરાજપુર બીચ, બેટ દ્વારકા નાગેશ્વર-ગોપી તળાવ-રૂકિમણી મંદિરે ભાવિકોની ભીડ

(પ્રતિનિધિ દ્વારા) દ્વારકા તા.1
અધિક પૂણિર્માના પાવન અવસરે યાત્રાધામ દ્વારકા ઉપરાંત દ્વારકા દર્શન સકિર્ટના શિવરાજપુર બીચ, બેટ દ્વારકાધીશ મંદિર, સુદર્શન સેતુ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, મોમાઈ ધામ બીચ, ગોપી તળાવ, રૂકિમણી મંદિર સહિતના ધામિર્ક તેમજ પર્યટન સ્થળોએ પણ ભાવિકો તથા સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી. ભાવિકો તથા પર્યટકોએ દેવ દર્શન કરી ભાવવિભોર બન્યા બાદ દ્વારકા દર્શન સકિર્ટના રમણીય સ્થળો તથા બીચનો પણ લુત્ફ ઉઠાવ્યો હતો.