ભારત ઈઝરાયેલ ઉપરાંત ૬ મુસ્લીમ દેશો સાથે ડીલ કરશે

ભારત ઈઝરાયેલ ઉપરાંત ૬ મુસ્લીમ દેશો સાથે ડીલ કરશે

(એજન્સી)     નવી દિલ્હી તા.ર૬
અમેરિકા સાથેની ભારતની ટ્રેડ ડીલ પર સસ્પેન્સ વધ્યું છે. અમેરિકાની સુપ્રિમ કોર્ટે ટેરિફ રદ કર્યા બાદ, આ ડીલને લઈ યોજાનારી મિટિગ રદ કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અપનાવવામાં આવેલા વલણને કારણે આ ડીલમાં વિલંબ થવાની શક્યતા વધી ગઈ છે. અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં ભલે સમય લાગી રહ્યો હોય, પરંતુ ભારત છજીૈં કોઓપરેશન કાઉન્સિલ (ય્ઝ્રઝ્ર) અને ઇઝરાયલ સાથે એક મોટી ડીલની તૈયારી કરી રહ્યું છે. ભારત બે મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈેં બાદ જો આ બન્ને ડીલ થઈ જાય છે, તો આ ભારત માટે હેટ્રિક હશે.
 ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (ય્ઝ્રઝ્ર) દેશોએ તેમના વેપાર સંબંધોને મજબૂત બનાવવા માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (હ્લ્છ) માટે સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. બન્ને દેશો વચ્ચે એક ખાસ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ સાથે હ્લ્છથી ય્ઝ્રઝ્રના ૬ સભ્ય દેશો સાથે ભારતના વેપાર સંબંધોને મજબૂત બનાવશે. ય્ઝ્રઝ્ર સાથે હ્લ્છ ભારતના સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતર, કુવૈત, ઓમાન અને બહેરીન સાથેના વેપાર સંબંધોને મજબૂત બનાવશે.