સોનિયા ગાંધીના પુસ્તકનું આજે દિલ્હીમાં સત્તાવાર વિમોચન

સોનિયા ગાંધીના પુસ્તકનું આજે દિલ્હીમાં સત્તાવાર વિમોચન

(એજન્સી)       નવી દિલ્હી તા.૧૬
સોનિયા ગાંધીની પુસ્તક ‘બિલોન્ગિંગ... અ જર્ની ઑફ લવ’નું આજે દિલ્હીમાં સત્તાવાર વિમોચન થશે. કાર્યક્રમ સાંજે ૬ વાગ્યાથી હોટેલ મૌર્યામાં યોજાશે. આ સમારોહમાં કોંગ્રેસ શાસિત રાજ્યો કેરળ, તેલંગાણા અને કર્ણાટકના મુખ્યમંત્રીઓ સામેલ થશે. તેમજ તમિલનાડુના મુખ્યમંત્રી વિજય પણ કાર્યક્રમમાં પહોંચશે. અહેવાલો અનુસાર, રાહુલ ગાંધીએ તેમને ફોન કરીને દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રી બન્યા બાદ વિજયની સોનિયા સાથે આ બીજી મુલાકાત હશે. પહેલી મુલાકાત જૂનમાં ૧૦ જનપથ ખાતે થઈ હતી, જ્યારે તેઓ નીતિ આયોગની બેઠક માટે દિલ્હી આવ્યા હતા.