સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલ પાર્ટીનો પ્રચંડ વિજય : તારીક રહેમાન નવા વડાપ્રધાન બનશે
૨૯૯ સભ્યોની સંસદમાં બીએનપીએ ર૧ર બેઠકો પર જીત સાથે સ્પષ્ટ બહુમતી મેળવી
(એજન્સી) ઢાકા, તા. ૧૩ :
બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસમાં આજે એક બહુ મોટો વળાંક આવ્યો છે. ગઈકાલે યોજાયેલી ૧૩મી રાષ્ટ્રીય
સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (મ્દ્ગઁ) એ જંગી બહુમતી સાથે જીત મેળવી સત્તામાં વાપસી કરી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા અનૌપચારિક પરિણામો અનુસાર, મ્દ્ગઁ એ અત્યાર સુધીમાં ૧૨૧ બેઠકો પર વિજય મેળવી લીધો છે, જેનાથી દેશમાં તેની સરકાર બનવાની રાહ એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે. આજે બપોર સુધીમાં તમામ ૨૯૯ બેઠકોના સત્તાવાર પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે.
ચૂંટણીના પરિણામો અને વલણો સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન બની શકે છે. નોંધનીય છે કે, તારિક રહેમાન લાંબા સમય સુધી લંડનમાં રહ્યા બાદ ગત ડિસેમ્બરમાં જ ૧૭ વર્ષ પછી સ્વદેશ પરત ફર્યા હતા. તેમણે આ ચૂંટણીમાં બે બેઠકો પરથી ઉમેદવારી નોંધાવી હતી અને બંને બેઠકો પર તેમણે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે.
ચૂંટણીમાં જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વ હેઠળના ગઠબંધનને અત્યાર સુધીમાં ૬૮ બેઠકો મળી છે. હાલમાં પણ ઘણી બેઠકો પર મતગણતરી
ચાલુ છે. જોકે, મ્દ્ગઁ એ ૨૦૦ નો આંકડો પાર કરી લેતા વિપક્ષી ગઠબંધન ઘણું પાછળ રહી ગયું છે. આ ચૂંટણી મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની વ્યવસ્થા હેઠળ યોજાઈ હતી.


