અમેરીકામાં હવાઈ ક્ષેત્ર બાદ હવે બેંકોની કામગીરી ઠપ્પ : ટ્રાન્ઝેક્શન ધીમું પડયું, લોકોના પૈસા અટવાયા
(એજન્સી) વોશિંગ્ટન તા.૧૭
અમેરિકાની સૌથી મોટી બેંકોમાંની એક જે.પી. મોર્ગન ચેઝમાં સોમવારે ટેકનિકલ ખામીને કારણે હજારો ગ્રાહકો પરેશાન થયા. લોકોને ઑનલાઇન અકાઉન્ટ ખોલવામાં, બેલેન્સ જોવા, પેમેન્ટ મોકલવામાં અને ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી. આની અસર જે.પી. મોર્ગન ચેઝ ઉપરાંત બેન્ક ઑફ અમેરિકા, યુએસ બેન્ક, વેલ્સ ફાર્ગો, કેપિટલ વન અને ટ્રુઇસ્ટ જેવી મોટી બેંકો પર પણ પડી. અમેરિકામાં જે.પી. મોર્ગન ચેઝના ૮.૬ કરોડથી વધુ ગ્રાહકો છે. બેંકની સેવાઓ હવે ફરીથી ઠીક થઈ ગઈ છે.


