હોળી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા સિંહાસને ગુલાબના ફુલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર કરાયો
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૦૨-૦૩-૨૦૨૬ને સોમવારના રોજ હોળી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા ગુલાબના ફુલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર કરાયો હતો. સવારે ૦૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાને વૃન્દાવનમા તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા દાદાના સિંહાસને ગુલાબનાં ફુલોનો સાથે રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.દાદાને રંગો અને પીચકારીઓ ધરાવવામાં આવી હતી. તેમજ મંદિર તથા પરિસરમાં રંગબેરંગી ફૂલો અને કાપડનો ઉપયોગ કરી વિશેષ શુશોભન કરવામાં આવ્યું છે. જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી. હોળી-ધુળેટી પર્વ નિમિત્તે ૦૩ માર્ચે ૨૦૨૬ના રોજ એટલે કે, પૂણિર્માના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો (ગુલાબી, લાલ, પીળો, નારંગી) દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે.રંગોત્સવની પૂર્વ તૈયારીઓ અંતર્ગત અનેક ભક્તો સેવામાં જોડાયેલ છે.


