ડો. સુભાષ યુનિવસિર્ટી ખાતે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ભવ્ય ઉજવણી વિજ્ઞાનના જાદુઈ પ્રયોગો સાથે ‘SciXPlroe’ ક્લબનું ઉદ્ઘાટન

ડો. સુભાષ યુનિવસિર્ટી ખાતે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ભવ્ય ઉજવણી વિજ્ઞાનના જાદુઈ પ્રયોગો સાથે ‘SciXPlroe’ ક્લબનું ઉદ્ઘાટન

જૂનાગઢ, તા.ર
ભારતના મહાન વૈજ્ઞાનિક સી.વી. રામન દ્વારા કરવામાં આવેલી “રામન ઇફેક્ટ” ની યાદમાં દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ ઉજવાતા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ડો. સુભાષ યુનિવસિર્ટી, જૂનાગઢ ખાતે સ્કૂલ ઑફ સાયન્સના ડિપાર્ટમેન્ટ ઑફ ફિઝિક્સ અને મેથેમેટિક્સ દ્વારા ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ – ૨૦૨૬’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ શ્રી ઓ.વી. શેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર - રાજકોટ, ગુજકોસ્ટ (GUJCOST) અને ડીએસટી (DST) ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા, તાકિર્ક વિચારશક્તિ અને નવીનતા પ્રત્યે રસ વધારવાનો હતો.

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે પરંપરાગત દીપપ્રાગટ્યથી કરવામાં આવી, જે જ્ઞાન અને વિજ્ઞાનના પ્રકાશનું પ્રતીક છે. સ્વાગત પ્રવચન આપતાં સ્કૂલ ઑફ સાયન્સના ડીન ડો. મયંક પંડ્યાએ જણાવ્યું કે આજના યુગમાં વિજ્ઞાન માત્ર વિષય નથી, પરંતુ જીવન જીવવાની પદ્ધતિ છે. તેમણે વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે આગળ વધવા અને ટેકનોલોજી દ્વારા રાષ્ટ્રનિર્માણમાં ફાળો આપવા પ્રેરિત કર્યા.
મુખ્ય અતિથિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી ભુતિકશાસ્ત્ર વિભાગના પૂર્વ અધ્યક્ષ ડો. મિહિર જોષીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં વિજ્ઞાનને પ્રાયોગિક રીતે સમજવાની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો. તેમણે ઓ.વી. શેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કે દ્વારા આયોજિત એસ્ટ્રોનોમી વર્કશોપ, વિજ્ઞાન પ્રદર્શન અને આઉટરીચ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી.
આ પ્રસંગે ‘SciXPlroe’ ક્લબનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. ક્લબ કન્વીનર ડો. ચિંતન ટાંકે ‘વિજ્ઞાનના ઉદભવ અને વિકાસ’ વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું. તેમણે છેલ્લા ચાર દાયકામાં થયેલી વૈજ્ઞાનિક શોધો, ડિજિટલ ક્રાંતિ, અવકાશ સંશોધન અને ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચના વધતા મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘હેન્ડ્સ-ઓન’ પ્રયોગો રહ્યા. બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ  ના કન્વીનર તથા ઓ.વી. શેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રોજેક્ટ કો-ઓડિર્નેટર નીલેશ રાણાએ હવાના દબાણ, પ્રકાશનું પરાવર્તન અને ગતિના નિયમો જેવા વિષયો સરળ પ્રયોગો દ્વારા સમજાવ્યા, જેને કારણે વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
SciXPlroe ક્લબ દ્વારા ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓની તાકિર્ક ક્ષમતા અને વૈજ્ઞાનિક સમજણની કસોટી થઈ. ઉપરાંત, સ્પેસ ક્લબના વિદ્યાર્થીઓએ ગ્રહોની લાક્ષણિકતાઓ અને આધુનિક સ્પેસ મિશનો વિષે માહિતીસભર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. અવિનાશ વ્યાસે ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ વિષે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને નવીનતા અને સંશોધનના કાનૂની પાસાં અંગે માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમના અંતે ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. આ સફળ આયોજન બદલ યુનિવસિર્ટીના પ્રેસિડેન્ટ રાજભાઈ ચાવડા, પ્રોવોસ્ટ ડો. દીપક પટેલે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ અને નવીનતા તરફનો ઝોક વધુ મજબૂત બન્યો હતો.