‘અધિક જેઠ માસ’ ‘પુરૂષોત્તમ માસ‘ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ વાઘા ધરાવાયા તેમજ ગ્રામ્ય સંસ્કૃતિની પર્ણકુટીની ઝાંખી કરાઈ

‘અધિક જેઠ માસ’ ‘પુરૂષોત્તમ માસ‘ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ વાઘા ધરાવાયા તેમજ ગ્રામ્ય સંસ્કૃતિની પર્ણકુટીની ઝાંખી કરાઈ

સાળંગપુર તા.10
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ એટલે કે ‘પુરુષોત્તમ માસ’ અંતર્ગત શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી પ્રેરણાથી તારીખ 10-06-2026, બુધવારના રોજ  શ્રીકષ્ટભંજનદેવને આજે પરંપરાગત સફેદ વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. દાદાના મસ્તક પર કસુંબલ કિનારીવાળો શ્વેત સાફો (પાઘડી) અને ગળામાં સુવર્ણ અલંકારો તેમજ કમળના પુષ્પોનો હાર ધરાવાયો હતો. દાદાના દરબારમાં ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિની ભવ્ય વિરાસતને ઉજાગર કરતો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.આ શણગાર અંતર્ગત કૂવો, પાણી સીંચવાનું દોરડું, બળદગાડું અને માટીના ઘરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી, જે પ્રાચીન ભારતીય ગામડાના શાંત અને પવિત્ર વાતાવરણની અનુભૂતિ કરાવે છે.સવારે ૫:૪૫ કલાકે આરતી પૂજારી સ્વામી દ્વારા કારવમાં આવી હતી.દર્શનનો લાભ હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.
સાંજે 04:00 થી 07:00 કલાક દરમિયાન દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.  મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.17 મે થી 15 જૂન 2026 સુધી  સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમ્યાન કરવામાં આવ્યું છે.
અધિક માસમાં શ્રી કષ્ટભંજનદેવની દરરોજ રાજોપચાર પૂજા થઈ રહી છે.
અધિક માસની એકાદશીના અવસરે શ્રી કષ્ટભંજનદેવના વિશેષ પૂજનનો લાભ, આવનારી કમલા એકાદશીના પવિત્ર દિવસે દાદાનું 1008 નામથી સાંજે 5:30 કલાકે વિશેષ પૂજન - અર્ચન થવાનું છે. આપ સૌ ભક્તજનો તે દિવસે લાઈવ દર્શનનો લાભ લઈ, આપના ઘરના મંદિરમાં દાદાનો ફોટો પધરાવીને ફૂલ અને ચોખા લઈને પૂજનમાં જોડાઈએ. એવો દિવ્ય ભાવ રાખીએ કે જાણે આપણે સાક્ષાત્ દાદાના ચરણોમાં બેસીને આ 1008 નામોની અર્ચના કરી રહ્યા છીએ.