વેરાવળમાં લોહાણા સમાજ દ્વારા રામ નવમીની આસ્થાભેર ભવ્ય ઉજવણી કરાઈ
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.૨૭
વેરાવળ લોહાણા મહાજન દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવની ‘રઘુવંશી ગૌરવ દિવસ‘ તરીકે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોરબાપા ભરતભાઈ જોશીએ બપોરે ૧૨ કલાકને ૦૫ મિનિટે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવની ઉજવણી કરાવી હતી. આ સમયે મહાજનના હોદ્દેદારો, મહિલા મંડળના અગ્રણીઓ સહિત અનેક ભક્તોએ સમૂહ મહાઆરતીમાં ભાગ લીધેલ અને બહેનો - દીકરીઓએ તાલી રાસ રમી ફૂલહાર અને પુષ્પવર્ષા કરીને શ્રી રામના જન્મનું સ્વાગત કર્યુ હતુ. જેનાથી સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું. બાદમાં લોહાણા મહાજન વાડીમાં સમૂહ ફરાળી પ્રસાદી યોજાયેલ જેનો મોટીસંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. આ ઉજવણી લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા સહિત કારોબારી સભ્યોના માર્ગદર્શન હેઠળ થઈ હતી.


