નવાબંદર મરીન પોલીસે તડ ચેક પોસ્ટ નજીકથી ડીઝલનો જથ્થો ઝડપી લીધો

ત્રણ બોલેરો પિકપવાનમાં લઈ જવાતું ૪૪ બેરલમાં ભરેલ ૮ લાખ ૮૦૦ રૂપિયાનું ૮૮૦૦ લિટર ડીઝલના જથ્થા સાથે ત્રણ લોકોને અટક કરી કુલ રૂપિયા ૨૫,૦૦,૮૦૦નો મુદામાલ કબજે કર્યો

નવાબંદર મરીન પોલીસે તડ ચેક પોસ્ટ નજીકથી ડીઝલનો જથ્થો ઝડપી લીધો

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.ર૭ 
હાલમાં દેશ અને રાજ્યમાં લોકોને ડીઝલ અને પેટ્રોલ પૂરી રીતે મળી રહે તે માટે રાજ્ય સરકારએ ગાઈડલાઈન કરી જાહેરનામુ બહાર પડેલ કે ઈંધણ વાહનની ટાંકીમાં ભરવું, કોઈ કેરબા કે બેરલમાં વેચાણ ના કરવું. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની સૂચનાથી અને જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાથી નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. એચ.એલ. જેબલિયાને બાતમી મળી હતી કે દીવ તરફથી ડીઝલનો જથ્થો આવવાનો હોય તેથી પી.આઈ. જેબલિયા અને સ્ટાફએ તડ ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ કરતા એક પછી એક કુલ ત્રણ બોલેરો પિકઅપ વાહન રોકી તપાસ કરતા કુલ ૪૪ બેરલ ભરેલ હતા તે તપાસ કરતા તેમાં ડીઝલનો જથ્થો મળ્યો હતો. આ અંગે બોલરો ચાલક કાસિમ મહંમદભાઇ મન્સુરી, અશ્વિન વીરાભાઇ વાજા પાસે ડીઝલની ખરીદીના કાગળો માંગતા તેમજ ક્યાંથી ખરીદી ક્યાં લઈ જતા હતા તેની માહિતી માંગત કોઈ કાગળો કે બિલ ના હોય તેમજ સંતોષ કારક જવાબ ન આપતા ત્રણે સામે મ્દ્ગજી ૨૦૨૩ કલમ ૨૮૭, ૨૮૮, ૫૪ અને આવશ્યક ચીજ વસ્તુઓ ધાર ક્લમ ૩, ૭ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને શંકાસ્પદ ડીઝલના ૪૪ બેરલ જેમાં અંદાજિત ૮૮૦૦ લિટર ડીઝલ જેની કિંમત ૮,૦૦,૮૦૦ અને ત્રણ બોલેરો પિકપવાન જેની કિંમત ૧૭ લાખ મળી કુલ રૂપિયા ૨૫,૦૦,૮૦૦નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.