હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી રામ નવમી મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં "ગિરનારી ગ્રુપ" ની સેવાભાવી ઉપસ્થિતિ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૭
જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, પવિત્ર ચૈત્ર માસના શુભ અવસરે શ્રી રામ નવમી જન્મોત્સવ નિમિત્તે હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જૂનાગઢમાં ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે ભક્તિમય માહોલ વચ્ચે ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના જયઘોષ સાથે સમગ્ર શહેર રામમય બની ગયું હતું. ઉપરકોટ પાસે આવેલ શ્રી રામચંદ્રજી મહારાજના મંદિર ખાતેથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા ઉપરકોટ, જગમાલ ચોક, ચોક્સી બજાર, દિવાન ચોક, માલીવાડા, પંચહાટડી ચોક, આઝાદ ચોક, એમ.જી. રોડ અને કાળવા ચોક ખાતે પૂર્ણ થઈ હતી. માર્ગભરમાં ભક્તજનો દ્વારા ભગવાનના દર્શનનો લાભ લઈ ભક્તિભાવથી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પવિત્ર શોભાયાત્રામાં ગિરનારી ગ્રુપ દ્વારા વિશેષ આકર્ષણ રૂપે ભગવાન શ્રી કેદારનાથની આબેહૂબ અને અદભુત સુશોભિત પ્રતિકૃતિ તથા રામેશ્વરમ ભગવાનની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી. સાથે હનુમાનજી મહારાજે ભક્તજનોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે જ ગિરનારી ગ્રુપ દ્વારા સમગ્ર યાત્રા દરમ્યાન શરબત તથા ઠંડા પાણીની નિ:શુલ્ક સેવા પણ આપવામાં આવી હતી, જેનાથી ઉનાળાની ગરમીમાં યાત્રાળુઓને વિશેષ રાહત મળી હતી. સાથે ઝાંઝરડા રોડ ઉપર નીકળેલી શોભાયાત્રા દરમિયાન પણ ગિરનારી ગ્રુપ દ્વારા પ્રિયા પાન પાસે સેવા કાર્યરૂપે શરબત અને પાણીની વ્યવસ્થા કરી માનવસેવા અને ભક્તિનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો. આ ધામિર્ક પ્રસંગે ગિરનારી ગ્રુપના સેવાભાવી સભ્યો શ્રી દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, જગદીશભાઈ દતાણી, દેવાંગભાઈ પંડ્યા, લલીતભાઈ ગેરીયા, હરિભાઈ કારીયા, ચિરાગભાઈ કોરડે, કિર્તીભાઈ પોપટ, રાહુલભાઈ ભટ્ટ, પરેશભાઈ ઉનડકટ, નિલેશભાઈ સરવૈયા, સંજયભાઈ દેવધરીયા. પિયુષભાઈ કાછડીયા, પ્રણવભાઈ ભટ્ટ, બીપીનભાઈ ઠકરાર, અવધભાઈ મારડિયા, પ્રયાગભાઈ યાદવ, કીશોરભાઈ પટોડીયા, યાત્રિક પટોડીયા, ભુપતભાઈ યોગાનંદી, રામદેવભાઈ ખેર, વેદ બારીયા, જીત વાઢીયા, મનોજભાઈ વાઢીયા, ભરતભાઈ સંપટ, મનીષભાઈ રાજા, સંદીપભાઈ ધોરડા, ધામિર્કભાઈ સોલંકી, કિરીટભાઈ તન્ના, અક્ષિતભાઈ કુબાવત, સંજયભાઈ સોલેરા, સુભાષભાઈ વડાલીયા, સમીરભાઈ ઉનડકટ સહિતના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સેવા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. તેમ યાદીના અંતે જણાવેલ હતું.


