વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભેટમાં મળેલી વસ્તુઓની થશે ઈ-હરાજી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભેટમાં મળેલી વસ્તુઓની થશે ઈ-હરાજી.
INDIA TV NEWS

 દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી ક્ર્વામાવી રહી છે ત્યારે તેમને અગાઉ વિવિધ વ્યક્તિઓ અને સન્માન રૂપે ભેટમાં મળેલી ૧૩૦૦ થી પણ વધુ શાનદાર અને બહુમુલ્ય વસ્તુઓની ઈ-હરાજી કરવામાં આવશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે મંગળવારે દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ (NGMA) ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં ઈ-હરાજી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઈ-હરાજીમાં બહુમુલ્ય ચિત્રો, મૂર્તિઓ, કલાકૃતિઓ અને વિવિધ સ્મૃતિ ઉપહારનો સમાવેશ થાય છે. હાલ આ ભેટો NGMA ખાતે પ્રદર્શિત કરવામાં આવી છે, જ્યાં મુલાકાતીઓ આવીને તેમને જોઈને પછી, તેઓ ચીજો માટે ઓનલાઈન બોલી લગાવશે. આ ઈ-હરાજી 2 ઓક્ટોબર સુધી ચાલશે તેમજ આ ઈ-હરાજીથી મળેલી રકમ તેઓ નમામી ગંગે મિશનને દાન કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં એમને મળેલી ભેટોની છ વખત હરાજી કરવામાં આવી છે અને આ એ જ હરાજીની સાતમી આવૃત્તિ  છે.