પાકિસ્તાને એશિયા કપમાંથી ખસી જવાની વાત કરતા સર્જાયો વિવાદ.

પાકિસ્તાને એશિયા કપમાંથી ખસી જવાની વાત કરતા સર્જાયો વિવાદ.
DAWN

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એશિયા કપમાંથી ખસી જવાની વાત કરતા નવો વિવાદ શરુ થયો છે. જોકે આનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આશરે 12 થી 16 મિલિયન ડોલર એટલે કે 105 થી 141 કરોડ રૂપિયાનું નુકસાન થશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન નકવીએ ભારત- પાકિસ્તાન મેચ પછી હાથ મિલાવવા વિષય પર થયેલ બબાલ માટે ICC રેફરી એન્ડી પાયક્રોફ્ટને દોષી ઠેરવીને તેમને હટાવવાની માંગ કરેલી જેને ICC એ ફગાવી દીધેલી જે બાદ નકવીએ આવી ધમકી આપી હતી.