નરેન્દ્ર મોદી @75
દેશભરમાં વિવિધ સેવાકાર્યો થકી વડાપ્રધાન મોદીના ૭પમા જન્મદિવસની ભવ્ય ઉજવણી
(એજન્સી) નવી દિલ્હી તા.૧૭
દેશના લોકલાડીલા તથા વિશ્વસ્તરે ભારતની આગવી ઓળખ ઉભી કરનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે આજે દેશભરમાં જબરજસ્ત ઉજવણી કરવામાં આવી રહી છે. સાથોસાથ નથી યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી આજના જન્મદિવસે મધ્પ્રદેશમાં છે અને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે.
અભિનવ સંકલ્પ તથા પ્રયોગોથી લોકોની વિચારધારા બદલવાની સાથોસાથ સામાન્ય લોકોના જીવનને પણ ગતી આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૭૫ મા જન્મદિને મધ્યપ્રદેશનાં પ્રવાસે છે.૨૦૨૨ માં ૭૨ માં જન્મદિન બાદ બીજી વખત મધ્યપ્રદેશમાં છે. વડાપ્રધાન આજે ધાર જીલ્લામાં આયોજીત કાર્યક્રમમાં અનેક ભેટ આપશે. જેમાં પીએમ મિત્ર ટેકસટાઈલ્સ પાર્ક, સ્વસ્થ નારી, સશકત એવં પોષણ અભિયાન જેવી યોજના સામેલ છે.
વડાપ્રધાન મોદી એક મજબૂત વ્યક્તિત્વ તરીકે જાણીતા છે. તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક છે.
નરેન્દ્રભાઈએ લોકતંત્ર અને રાષ્ટ્રવાદનો જે સમન્વય કર્યો છે તેની સાથે ભારતની શક્તિ અને ક્ષમતાનું જે પ્રદર્શન અગાઉની સર્જીકલ સ્ટ્રાઈકથી આજના ઓપરેશન સિંદુર અને અમેરિકા જેવા સક્ષમ દેશ સામે પણ વ્યાપાર સમજુતી મુદે નહી ઝુકવાની તેમની તૈયારી એ
દેશને સક્ષમ રાષ્ટ્ર તરીકે ઉપસાવ્યુ છે અને તે બાબત આજે ભારતની તાકાત બની રહી છે. દેશભરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭પમા જન્મ દિવસની ભારે ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે.


