જૂનાગઢમાં ૯ ચોરાઉ સાયકલ સાથે ‘ચોર’ને ઝડપી લેતી પોલીસ
જૂનાગઢ તા. ૧૭
જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન સાયકલ ચોરીનાં બનાવો બનવા પામ્યા હતા. સાયકલ ચોરને ઝડપી લેવા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન ચોકકસ બાતમીનાં આધારે પોલીસે મુળ માંગનાથ પીપળીનાં અને હાલ જૂનાગઢ બાપુનગર જાેષીપરા ખાતે રહેતા ર૩ વર્ષનાં યુવાનને ૯ સાયકલો સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાઈકલ ચોરીનાં બનાવો સતત વધી રહયા હોય અને આ અણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા સુચનાઓ જારી કરવામાં આવતા બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ ડી.વી. ડાંગર અને સ્ટાફ દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કેમેરા તેમજ નેત્રમ શાખાનાં કેમેરાની તપાસ તેમજ અલગ અલગ જગ્યાએ સાઈકલ લે-વેચની દુકાનધારકોની પુછપરછ તેમજ ચોકકસ બાતમીનાં આધારે મુળ વિસાવદર તાલુકાનાં માંગનાથપીપળી ગામનો અને હાલ બાપુનગર જાેષીપરા ખાતે રહેલો ગૌતમ મહેશભાઈ લાઠીયા (ઉ.વ.ર૩) નામનો શખ્સ ચોરાઉ સાયકલ સાથે ઝડપાયો હતો આ શખ્સની પુછપરછ કરતા અન્ય જગ્યાએથી ચોરી કરેલી ૮ સાયકલો ચોરીની કબુલાત કરી હતી. કુલ ૯ સાયકલોને કબ્જે કરી આરોપી શખ્સ વિરૂધધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


