વરસાદી માહોલના પગલે રાજ્યની વીજ માગમાં ૭૦૦૦ મેગાવોટનો ઘટાડો
અમદાવાદ તા. ૧૭
સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો હોવાના કારણે વીજ માગમાં ૭૦૦૦ મેગાવોટ જેટલો ઘટાડો થયો છે. રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં થયેલા વરસાદ પહેલા ૧૨ સપ્ટેમ્બરે રાજ્યની વીજ માગ ૨૯૧૯૬ મેગાવોટ નોંધાઈ હતી.ગરમીના કારણે તથા વરસાદ ખેંચાયો હોવાથી કૃષિ ક્ષેત્રની વીજ માગમાં વધારો નોંધાયો હતો.જાેકે ૧૬ સપ્ટેમ્બરે વીજ માગ ૨૧૯૬૫ મેગાવોટ નોંધાતા વીજ માગમાં સીધો ૭૦૦૦ મેગાવોટનો જંગી ઘટાડો નોંધાયો છે.ખાસ કરીને કૃષિ ક્ષેત્રની વીજ માગ ૮૦૦ મેગાવોટથી ઘટીને ૮૬ મેગાવોટ રહી છે. આ જ રીતે મધ્ય ગુજરાત વીજ કંપનીની વીજ માગ પણ પણ ૨૬૦૦ મેગાવોટથી ઘટીને ૨૩૦૦ મેગાવોટ થઈ છે.


