શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળના વર્ષ ૨૦૨૬-૨૭ના હોદેદારોની બિનહરીફ વરણી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર
શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ જૂનાગઢ તેમજ ગીર સોમનાથ જીલ્લાના લેઉવા પટેલ સમાજના ક્લાસ-૧થી ક્લાસ-૪ના સરકારી તેમજ અર્ધ સરકારી વિવિધ વિભાગો તેમજ સંસ્થામાંકામગીરી કરતા અધિકારીઓ અને કર્મચારીઓનું મંડળ છે. જેમાં ૧૦૦૦થી વધુ સભ્યો જોડાયેલા છે. આ મંડળ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃતિઓ જેવી કે વિદ્યાર્થી સન્માન સમારોહ, બ્લડ ડોનેશનકેમ્પ, મેડીકલ કેમ્પ, વૃક્ષા રોપણ તેમજ સમાજના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય જેવી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. આ મંડળના સંચાલન માટે ગત રોજ તા.૧-૧૧-૨૦૨૬ના રોજ દોમડીયા વાડી જૂનાગઢ ખાતે મંડળની સાધારણ સભા મળેલ હતી. જેમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે મંડળના હોદેદારો તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે ડો. હસમુખભાઈ કોરાટ, ઉપ પ્રમુખ તરીકે ડો. અમિત એમ પોલરા તેમજ મંત્રી તરીકે હાદિર્કભાઈ વડાલીયા તેમજ કારોબારી સભ્યો તરીકે ૧૮ સભ્યોની વિવિધ વિભાગોમાંથી વરણી કરવામાં આવેલ જેમાં ભાવેશભાઈ ભાયાણી, કિશોરભાઈ રીબડીયા, વિશાલભાઈ ગજેરા, હિમાંશુ નાકરાણી, કમલેશભાઈ ઠુંમર, જીતેન્દ્રભાઈ ગામી, કમલેશભાઈ કોટડીયા, મૌલિક પટેલ, હરેશ ઢાંકેચા, હિરેન લાખાણી, ડો. કોકીલાબેન ઉંધાડ, જ્યોતિબેન રૂપાપરા, બાબુભાઈ ગોંડલીયા, ડો. નીલેશ ઢોલરીયા, ડો. હાદિર્ક મોવલીયા, વિપુલભાઈ સાવલીયા, અંકીતભાઈ વિરડીયા, મેહુલભાઈ ગજેરા આમ બિનહરીફ વરાયેલા તમામ હોદેદારોને સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીયો તરફથી શુભેચ્છાઓ પાઠવામાં આવેલ છે. ડો. અમિતભાઈ પોલરા, ઉપ પ્રમુખ શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળની યાદીમાં જણાવેલ છે.



