જૂનાગઢને મળ્યા પ્રથમ Senior National Arbiter – જય વ્યાસ

A Grade સાથે વિશિષ્ટ સફળતા

જૂનાગઢને મળ્યા પ્રથમ Senior National Arbiter – જય વ્યાસ

જૂનાગઢ તા.02
2 અને 3 જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ Senior National Arbiter Seminar & Examination માં જૂનાગઢના શ્રી જય વ્યાસે A Grade સાથે સફળતા મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
આ સાથે તેઓ જૂનાગઢ શહેર તથા જિલ્લાનાં પ્રથમ Senior National Arbiter બન્યા છે, જે જિલ્લાને ગૌરવ અપાવનાર ક્ષણ છે.
જય વ્યાસ રાજશાખા રાઈફલ ક્લબ ખાતે સેવા આપે છે. ક્લબના પ્રમુખ હિરેન ખૂંટીએ તેમની આ સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે આ ઉપલબ્ધિ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે.
ચેસ અને રમતગમત વર્તુળમાં આનંદની લાગણી વ્યાપી છે અને તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.