નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સંસદનું ખાસ સત્ર બોલાવવા સરકાર દ્વારા ગતિવીધી
વડાપ્રધાન મોદીના બારામતી સહિતના કાર્યક્રમ મુલ્તવી રખાયા : ર૦ર૯માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં મહિલા અનામત, નવા સીંમાકન, એક દેશ એક ચૂંટણી જેવા મહત્વના ખરડા પસાર કરવામાં આવે તેવી અટકળો
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩:
દેશમાં SIR સહિતના આંદોલનો વચ્ચે મોદી સરકારે હવે તેના મૂળ એજન્ડા પર આગળ વધવાની તૈયારી શરુ કરી છે. ૨૦૨૯ની લોકસભા ચુંટણીમાં મહિલા અનામત- નવા સિમાંકન- એક દેશ એક ચુંટણી અને સંભવિત સમાન નાગરિક ધારા જેવા મહત્વના ખરડા તથા તેના માટે સંસદમાં બે તૃતીયાંશ બહુમતીના તમામમાં હવે નિર્ણાયક જંગ વિપક્ષ સાથે ખેલવાની તૈયારીમાં છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સંસદનું ચોમાસુ સત્ર- જે હજું સત્રાવસાન જાહેર થયું નથી. તેમાં હવે ખાસ વધારાના ૬-૮ દિવસનું સત્ર બોલાવવા તૈયારી છે. જો કે સરકારના એજન્ડામાં તો અનેક મુદાઓ છે.
જેમાં કેબીનેટ વિસ્તરણ પણ છે અને રાજયસભાની એક બેઠક જે પુર્વે કેન્દ્રીય મંત્રી મુરૂગને ખાસ કરી તેની ચુંટણી ગણતરીના દિવસોમાં જ જાહેર કરી દેવાઈ તે પણ સૂચક છે. આમ એક બેઠક માટે ચુંટણી યોજાશે અને તેના પર ભાજપ કોઈ મહત્વના નેતાને કેન્દ્રમાં લાવી શકે છે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તા.૩થી શરૂ થનારો બારામતીનો પ્રવાસ હાલ મુલત્વી રહ્યો છે.


