૬પ૦૦ ટન ચાંદીની આયાતની છુટ મળતા કડાકો : ભાવ રૂા.ર લાખથી નીચે ઉતરી ગયા

૬પ૦૦ ટન ચાંદીની આયાતની છુટ મળતા કડાકો : ભાવ રૂા.ર લાખથી નીચે ઉતરી ગયા

(એજન્સી)   નવી દિલ્હી, તા.૨૩:
દિવાળીના તહેવારો સમયે જ સોના-ચાંદીનાં ભાવમાં કડાકાનો દોર હોય તેમ આજે વધુ ગાબડા પડયા હતા. ચાંદીનો ભાવ બે લાખની નીચે સરકી ગયો હતો વિશ્વ બજારોમાં પણ ગાબડા હતા. વૈશ્વિક ઘટનાક્રમો ઉપરાંત ભારત સરકારે ચાંદીની જંગી આયાતની છુટ આપ્યાનો પ્રત્યાઘાત પડયો હતો.
સોના-ચાંદીનાં ભાવમાં કેટલાંક દિવસોથી અનિશ્ચિતતા વચ્ચે ભાવમાં મોટી વધઘટ થતી રહી હતી. ઉથલપાથલ વચ્ચે માહોલ મંદીનો જ હતો અને હવે ભાવ નીચે સરકવા લાગ્યા હતા જે પ્રારંભીક કારોબારમાં વિશ્વ બજારમાં સોનું ૪૦૧૧ ડોલર થયુ હતું. જયારે લોકલ વાયદામાં ૧૨૦૦ના ઘટાડાથી ૧૪૨૧૦૦ હતુ.
ચાંદીમાં ઘટાડો તીવ્ર હતો.ગઈકાલે અંદાજીત ૧૦૦૦૦ નિકળી ગયા હતા. આજે વધુ ૫૦૦૦ થી વધુનો ઘટાડો હતો કિંમત બે લાખથી નીચે ઉતરી ગઈ હતી અને પ્રતિકિલો રૂા.૧૯૪૧૨૫ થઈ ગઈ હતી. ઝવેરીઓનાં કહેવા પ્રમાણે વૈશ્વિક ઘટનાક્રમો અર્થતંત્રમાં નબળાઈના સંકેતો જેવા કારણો મંદીનાં ભાગ ભજવતા રહ્યા હતા. ઉપરાંત ભારત સરકારના જંગી અખાતનાં ર્નિણયો પણ પ્રત્યાઘાત સર્જયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.