1 કરોડ રૂપિયાનો ઈનામી નક્સલી કોસા અને રાજૂને ઠાર મરાયા, છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા
છત્તીસગઢમાં નક્સલ વિરોધી ચાલી રહેલા અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે. છત્તીસગઢમાં નારાયણપુર જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા નક્સલવાદી વિરોધી એન્કાઉન્ટર કરાયું હતું. આ એન્કાઉન્ટરમાં નક્સલવાદીઓના ટોચના નેતાઓ રાજુ ઉર્ફે વિકલ્પ અને કોસાને ઠાર મરાયા છે. બંને લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓની વોન્ટેડ યાદીમાં સામેલ હતા. નક્સલવાદીઓની સેન્ટ્રલ કમિટીનો કોસા સભ્ય હતો અને તેના પર 1 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું જયારે રાજુ ઉર્ફે વિકલ્પ પર 70 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું.


