CEC જ્ઞાનેશ કુમારનું સિંહાસન જાેખમમાં : લોકસભાના સ્પીકર ઓમ બીરલાએ કહ્યું, “વિપક્ષ નવો પ્રસ્તાવ લાવશે તો તપાસ થશે”
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩:
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે જો મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા માટે વિપક્ષ નવો મહાભિયોગ પ્રસ્તાવ લાવશે, તો તેના પર વિચાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે નોટિસ મળ્યા બાદ નિયમો અને નિર્ધારિત પ્રક્રિયા હેઠળ તેની તપાસ કરવામાં આવશે.
જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા માટે વિપક્ષ અત્યાર સુધીમાં બે વખત નોટિસ આપી ચૂક્યો છે. પહેલીવાર લોકસભા અને રાજ્યસભામાંથી નોટિસ ફગાવી દેવામાં આવી હતી. બીજીવાર રાજ્યસભામાં આપવામાં આવેલી નોટિસ પર હજુ ર્નિણય લેવાયો નથી. સરકાર આ જ મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે. વિપક્ષ સંસદના આ સત્રમાં ત્રીજીવાર જ્ઞાનેશ કુમારને હટાવવાનો પ્રસ્તાવ લાવી શકે છે.
વિપક્ષ સહિત અનેક સંગઠનો SIRમાં ગેરરીતિનો આરોપ લગાવીને દેશના જુદા જુદા ભાગોમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને પ્રદર્શન કરી રહ્યા છે.


